તાલુકાના કરચેલીયા ખાતે આવેલ આઈટીઆઈમાં પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિન નિમિત્તે પદવીદાન સમારોહ યોજાયો જેમાં આઈટીઆઈ મા પ્રથમ સ્થાને આવેલ તાલીમાર્થીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સાથે વર્ષ દરમ્યાન થયેલ સ્કિલ કોમ્પિટિશન અને સ્પોર્ટ્સ વીક મા વિજેતા તાલીમાર્થીઓને પણ પ્રોત્સાહન ઈનામો આપવામાં આવ્યા હતા.