મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. જે બાદ વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા 4 સ્થળોની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારે 11 દિવસ બાદ ગણેશ વિસર્જન કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો છે. આ વિસર્જન માટે શોભેશ્વર રોડ પરના પિકનિક સેન્ટર ખાતે એક કલેક્શન પોઈન્ટ બનાવવામાં આવ્યો હતો, જ્યાં ચાર દિવસમાં કુલ 820 ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.