સુરત શહેરમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી બાદ, આજે બાપાની વિદાય એટલે કે વિસર્જન યાત્રા ધૂમધામથી નીકળી રહી છે. આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ લિંબાયત ખાતે વિસર્જન યાત્રામાં જોડાયા હતા અને સૌને શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરવા અપીલ કરી હતી.લિંબાયતમાં ગણેશ વિસર્જન યાત્રા કોમી એકતાના અનોખા ઉદાહરણ સાથે નીકળી હતી. અહીં મુસ્લિમ ભાઈઓ સહિત અન્ય સમાજના લોકો પણ સાથે મળીને આ યાત્રાને સહયોગ આપી રહ્યા હતા.