વન વિભાન વલસાડ દક્ષિણનાં નાયબ વનસંરક્ષક ડી. એન. રબારીને મળેલ બાતમીનાં આધારે 23મી ઑગસ્ટની રાત્રે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ એક બોલેરો મહારાષ્ટ્ર રાજ્ય ઓઝારખેડ તરફથી ગુજરાત રાજ્ય તરફ આવતી બોલેરો MH17-Q-0957 નંબરની ગાડી આવતાં તેને અટકાવવાની કોશિશ કરતાં બોલેરો ચાલક ફરાર થઇ ગયો હતો.