બનાસકાંઠા જિલ્લા યોગ એસોસિએશન વતી ભાગ લેનારા ખેલાડીઓમાં બિનિતાબેન તિલકભાઈ પ્રજાપતિએ પોતાની કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.નિકિતાબેન મિલનભાઈ ઠક્કર અને કૃષ્ણા વિક્રમભાઈ અતિત બંનેએ પોતપોતાની કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યા છે. બનાસકાંઠા જિલ્લા યોગ એસોસિએશનના મંત્રી ડૉ. રિતેશભાઈ પ્રજાપતિએ આ માહિતી આપી હતી. થરાદના આ ત્રણેય પ્રતિભાશાળી ખેલાડીઓએ જિલ્લાનું નામ રોશન કર્યું છે.