વડોદરા : શહેરમાં હવે પાલતુ શ્વાન પણ સલામત રહ્યા નથી.ખોડિયાર નગર વિસ્તારમાં વિદેશી બ્રિડના પાલતુ શ્વાનના બચ્ચાંની તસ્કરી થઈ હોવાની ઘટના બની હતી.બાઇક પર સવાર બે ઈસમોએ વિદેશી બ્રિડના શ્વાનના બચ્ચાંની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા.જેના સીસીટીવી ફૂટેજ આજે સામે આવ્યા હતા.મોંઘા અને ઊંચા ભાવે વેચાતાં શ્વાનની ચોરીનો પહેલો બનાવ સામે આવ્યો છે.ત્યારે,પોલીસે સીસીટીવી ફુટેજને આધારે બચ્ચાંની ઉઠાંતરી કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.