Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: ગોન્દ્રા મેસરી નદીના કોઝવે પર પાણી ભરાતા વાહનચાલકો જીવના જોખમે પસાર થતા નજરે પડ્યા.

Godhra, Panch Mahals | Sep 6, 2025
ગોધરા શહેરમાં ભારે વરસાદને કારણે મેસરી નદીમાં નવા પાણીની આવક થઈ છે, અને તેના કારણે ગોધરાના ગોન્દ્રા વિસ્તારમાં આવેલો આ કોઝવે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કોઝવે પર પાણી ભરાયું છે. આ પરિસ્થિતિમાં પણ લોકો જીવના જોખમે કોઝવે પાર કરી રહ્યા છે. વાહનચાલકો, ખાસ કરીને ટુ-વ્હીલર અને રાહદારીઓ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. જેના કારણે કોઈપણ સમયે અકસ્માત થવાની શક્યતા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us