આજે તારીખ 03/09/2025 બુધવારના બપોરે બપોરે 12 કલાકે મળતી માહિતી મુજબ દેવગઢ બારીયા નગર પાલિકા તંત્રના કથળેલા વહીવટના કારણે જનતા પરેશાન.દેવગઢ બારીયા નગરમાં આવેલ કાપડી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે ગટર તો બનાવવામાં આવી.ગટર વર્ષોથી ખુલ્લી મૂકવામાં હોવાથી પાલિકા તંત્રની નિષ્કાળજી સાબિત થતું હોય તેવું જોવા મળ્યું.વૃદ્ધ મહિલા ગટરમાં પડી જતાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી.આ ગટરને તાત્કાલિક ઢાંકવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરાઈ.