થરાદની આનંદકૃપા સોસાયટીમાં બાઈક ચોરીનો બનાવ સામે આવ્યો છે. શિક્ષક તરીકે ફરજ બજાવતા લખીરામભાઈ ની હીરો ડિલક્સ બાઈકની ચોરી થઈ છે.લખીરામભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓએ પોતાની બાઈક ઘરની આગળ સ્ટીયરિંગ લોક કરીને પાર્ક કરી હતી. બીજા દિવસે સવારે સાત વાગ્યે જોયું તો બાઈક ગાયબ હતી.બાઈકની કિંમત રૂપિયા 40,000 આંકવામાં આવી છે.લખીરામભાઈએ સોસાયટીમાં અને આજુબાજુના વિસ્તારમાં બાઈકની શોધખોળ કરી, પરંતુ બાઈક મળી ન આવતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.