નવા માલજીપુરા બસ સ્ટેન્ડ નજીક કેનાલ પર આવેલું નાળું છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ હાત થી પણ નાળાનું સિમેન્ટ, કોંક્રિટ ઊખડી જાય છે અને સળિયા પણ બહાર નીકળી ગયા છે તેમજ નાળાં ઉપર બનાવેલી પ્રોટેક્શન દીવાલ પર તૂટી ગઈ છે તેવા આક્ષેપો કર્યા હતા.પબ્લિક એપના એહવાલ બાદ થતા તંત્ર હરકતમાં આવી કરજણ જળાશય યોજના દ્વારા આ કેનલ પરના નાળા ઉપર પ્રોટેક્શન દીવાલ બનાવાની કામગીરી ચાલુ કરવામા આવી.