ધરોઈ ડેમમાંથી પાણી છોડાતાં સાબરમતી નદી ઉફાને ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતાં નદી ફરી ઉફાન મારી રહી છે. આ પાણીના પ્રવાહને કારણે અમદાવાદ સહિત 6 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાસણા બેરેજમાં પાણીની વધુ આવક થતાં બેરેજના 13 દરવાજા 4 ફૂટ ખોલીને 24,107 ક્યુસેક્સ પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે, જેના કારણે નદીનું...