શહેરના કાંસા ચોકડીથી પાલડી ત્રણ રસ્તા સુધીનો ફોરલેન માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે, જેના લીધે કારણે વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઠેર ઠેર મોટા ખાડા અને ઉડતી ધૂળને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.