ગાંધીનગરમાં ગણેશ વિસર્જન માટે શહેરમાં 7 કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે.આ વર્ષે વધુ પડતા વરસાદને કારણે જળાશયોમાં પાણીનું સ્તર વધ્યું છે, ત્યારે શ્રદ્ધાળુઓ કુદરતી જળાશયોમાં વિસર્જન કરવા ન જાય તે માટે કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે.ગાંધીનગરમાં મુકાયેલા 7 કૃત્રિમ કુંડ ની જગ્યા ધોળેશ્વર મહાદેવ,સિગ્નેચર બ્રિજ, PDPU રોડ,સંત સરોવર, ઈન્દ્રોડા, પેથાપુર, કોટેશ્વર,ભાટ, સેક્ટર 30 ખાતે વ્યવસ્થા કરવામાં આવી.