લાલપુર તાલુકાના ખટિયા ગામમાં રહેતા અને મહાદેવના મંદિરમાં સેવા પૂજા કરતા લક્ષ્મણદાસ પ્રભુદાસભાઈ રામાનુજ નામના 65 વર્ષના પુજારીએ લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ કરી જણાવ્યું છે, કે ખટિયા ગામના કોટેશ્વર મહાદેવ મંદિરમાં કોઈ તસ્કરે પ્રવેશ કરી મહાદેવજીની મૂર્તિ ઉપર ચડાવેલા જર્મન સિલ્વર ધાતુના મોટા છત્તરની ચોરી કરી લઈ ગયા છે. ત્યારે પોલીસ દ્વારા તસ્કરોને શોધવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા