મહુવા તાલુકાના ખેડૂતો હાલ ઉગ્ર આંદોલન ના મૂડમાં જોવા મળી રહ્યા છે ત્યારે જય જવાન જય કિસાન નારા સાથે મહુવા તાલુકાના ગામોમાથી ટ્રાન્સમિશન લાઈન પસાર થનાર હોય જેથી જે ગામોમાંથી ટ્રાન્સમિશન લાઈન પસાર થનાર છે તે ગામના ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે ખેડૂત સમાજ ગુજરાતના નેજા હેઠળ તા. 30/08/2025, શનિવારનાં રોજ બાપા સીતારામ મઢુલી મિયાપુર ખાતે મીટીંગ યોજાઈ હતી.