પારડીના ઓરવાડ દેસાઈ ફળિયામાં રહેતા 24 વર્ષીય પવન શિવનાથ ગુપ્તા 9 સપ્ટેમ્બરે સવારે 6:30 વાગ્યે રાબેતા મુજબ વાપી ફ્લિપકાર્ટમાં નોકરીએ જવા માટે નીકળ્યો હતો. પરંતુ સાંજ સુધી ઘરે પરત ન આવતા પરિવારજનોએ રાહ જોયા બાદ મિત્રો અને આજુબાજુ શોધખોળ શરૂ કરી. ફોન પણ બંધ હોવાથી ચિંતિત પરિવારજનોએ મોડી રાતે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.