વીંછિયા એસ.ટી. કન્ડક્ટર વિરમભાઈએ ઈમાનદારીનો દાખલો પૂર્યો , બસમાં મળેલું અજાણ્યા વ્યક્તિનું પાકીટ પરત આપ્યું માનવતાની સુગંધ ફેલાવતો એક પ્રસંગ વીંછિયા એસ.ટી. ડેપોમાં સામે આવ્યો છે. વીંછિયા-રાજકોટ રૂટ પર દોડતી એસ.ટી. બસ નંબર 8068 માં મુસાફરી દરમ્યાન એક અજાણ્યા મુસાફરનું પાકીટ બસમાં રહી ગયું હતું. બસના ઈમાનદાર કન્ડક્ટર વિરમભાઈએ તે પાકીટ મળી આવતાં કોઈ લાલચ રાખ્યા વિના તરત જ તપાસ હાથ ધરી અને પાકીટના અસલ માલિકનો પત્તો મેળવી સુરક્ષિત રીતે પરત આપ્યું.વ