આજે તારીખ 10/09/2025 બુધવારના રોજ સવારે 11 કલાક આસપાસ દાહોદ રેલવે સ્ટેશન વિસ્તારમાં "મિશન ક્લીન સ્ટેશન" અંતર્ગત પેટ્રોલિંગ દરમિયાન દાહોદ જી.આર.પી.ને એક બિનવારસી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. ફરજ દરમિયાન મળેલી આ મોબાઇલ ફોનની માહિતી જી.આર.પી.એ તાત્કાલિક નોંધ કરી મૂળ માલિકને શોધવાની કામગીરી હાથ ધરી.પછી ચકાસણી બાદ મોબાઇલનો હકદાર માલિક મળી આવતા જી.આર.પી.એ જવાબદારી નિભાવીને મોબાઇલ સોંપ્યો હતો.