આજે તારીખ 21/09/2025 રવિવારના રોજ બપોરે 2 આસપાસ સિંગવડ તાલુકાના જામદરા ગામના ધબુકા ફળિયામાં રહેતા મકવાણા જશુબેન રણજીતભાઈ ના ઘરના પાછળના ભાગમાં અચાનક આગ લાગવાના કારણે પાકા મકાનનો પાછળનો ભાગ બળીને ખાખ થઈ ગયેલો હતો.જેમાં તેના ઘરમાં મૂકી રાખેલા અનાજ તથા તિજોરીમાં મૂકી રાખેલા કપડા તથા અન્ય વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી જ્યારે આ પાકા મકાન નો પાછળનો ભાગ બળી ગયું તેમાં પશુ કે માનવ ની કોઈ જાનહાનિ થયેલ નથી.