વડોદરા તાલુકાના પદમલા ખાતે આવેલા એક જૈન દેરાસરમાં સેવાકાર્ય કરતી એક વ્યક્તિનો તેમના મૃત્યું પછી અંગદાન કરવાનો સંકલ્પ અન્ય દર્દીઓ માટે નૂતન જીવનનો સંદેશ લાવ્યો છે. બ્રેઇન ડેડ થયેલા આ વ્યક્તિના અંગોનું દાન એસએસજી હોસ્પિટલમાં મૃતકના પરિવારજનોની હાજરીમાં ભાવુક પળો વચ્ચે સ્વીકારવામાં આવ્યું હતું.