વડોદરા : બાપોદ પોલીસ મથકમાં વર્ષ 2017માં નોંધાયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી સુનિલ મારવાડી પોલીસ ચોપડે વોન્ટેડ છે અને પોલીસની ધરપકડતી બચવા માટે સુરતમાં આશરો લીધો છે.જે માહિતીને આધારે ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ સુરત ખાતે રવાના થઈ હતી જ્યાં શાંતિનગર ધન દેવી મંદિર પાસે ભાડાના મકાનમાં આરોપીએ આશ્રય લીધો હોય મોડી રાત્રે વોચ ગોઠવી ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેને ઝડપી પાડ્યો હતો અને વડોદરા ખાતે લાવી આગળની કાર્યવાહી માટે બાપોદ પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.