બીલીમોરા રેલવે સ્ટેશન પર છેલ્લા ચાર વર્ષથી મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટિકિટ લેવા, રિઝર્વેશન કરાવવા અને પાસ ધરાવનારાઓ માટે એક જ લાઇનમાં ઊભા રહેવું પડે છે, જેના કારણે લાંબી લાઇન અને સમયનો બગાડ સહન કરવો પડે છે. પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) માટે અલગ બારી શરૂ કરવામાં આવી નથી, જેના કારણે મુસાફરોને બે મહિના પહેલાં કરાયેલા રિઝર્વેશન પણ કન્ફર્મ મળતા નથી તેવી ફરિયાદો