નવસારી જિલ્લાના દાંડી ગામે ગણેશ વિસર્જન બાદ દરિયા કિનારે વિશાળ સ્તરે સફાઈ અભિયાન હાથ ધરાયું. ગામના લોકો અને સ્થાનિક તંત્રની સહભાગિતાથી દરિયામાં ફેંકાયેલી પૂજા સામગ્રી, પ્લાસ્ટિક કચરો અને અન્ય કચરાનો નિકાલ કરવામાં આવ્યો. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે ગ્રામજનો અને તંત્રે મળીને મહત્વપૂર્ણ પહેલ કરી છે.