થરાદ પોલીસ દ્વારા આજરોજ થરાદ પોલીસ સ્ટેશન ખાતે ફિટ ઇન્ડિયા અભિયાનને અનુરૂપ "સન્ડે ઓન સાઇકલોન" કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ જવાનો અને અધિકારીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ પ્રકારની પહેલ હાથ ધરવામાં આવી છે.આ પ્રસંગે થરાદ પોલીસ અધિકારીઓ અને જવાનો એકત્રથી ફિટનેસ માટેના આ કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા.બાદમાં સન્ડે ઓન સાઇકલોન રેલીનો પ્રારંભ પોલીસ સ્ટેશન થી કરવામાં આવ્યો હતો.આ સાયકલ રેલી લુણાલ સુધી લઇ જવામાં આવી હતી.