વાંકાનેર શહેર ખાતે 102 વર્ષ જુની જીનપરા ગરબી ખાતે નવરાત્રિ તહેવાર નિમિત્તે માતાજીની આરાધના સાથે પ્રાચીન સંસ્કૃતિને યુવાનો દ્વારા જીવંત રાખવામાં આવી રહી છે, જેમાં ગઇકાલે ગુરૂવાર રાત્રીના ગરબી મંડળ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ પર ભારતીય સેનામાં ફરજ બજાવતા 40થી વધારે જવાનોના ભવ્ય સ્વાગત-સન્માન સાથે કેડિયા રાસ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું...