રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રૈયા વિસ્તારમાં છેલ્લા પાંચ-છ વર્ષથી બાંધકામની પરવાનગી નહી અપાતા આ વિસ્તારમાં વિકાસકામો ઠપ્પ બની ગયા છે. મ્યુ.કોર્પોરેશન તંત્ર દ્વારા કામો થતા ન હોવાની ફરિયાદ સાથે ભાજપના ધારાસભ્ય ડો.દર્શિતા શાહ તેમજ ભાજપના કોર્પોરેટરો હિરેન ખીમાણીયા, ડો.અલ્પેશ મોરજરીયા ઉપરાંત બિલ્ડરો અને પ્લોટ ધારકોએ આજે જીલ્લા કલેકટર કચેરી ખાતે દોડી જઈ આ મામલે કલેકટર ડો.ઓમપ્રકાશને આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરી હતી.