નવરાત્રિના ઉત્સાહભર્યા માહોલ વચ્ચે અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા બસેરા પાર્ટી પ્લોટમાં શનિવારે મોડી રાત્રે ગંભીર તોડફોડ અને મારામારીની ઘટના બની. આ ઘટના ટિકિટ વગર પ્રવેશવાનો પ્રયાસ કરનાર પાંચ આરોપીઓના કારણે શરૂ થઈ, જે બાદ 20 લોકોના ટોળાએ આયોજકો પર હુમલો કરીને તોડફોડ કરી. આ ઘટનામાં ફરિયાદી સહિત એક વ્યક્તિને ગંભીર ઇજા થઈ, જ્યારે અન્ય એકને સામાન્ય ઇજા પહોંચી. પોલીસે હત્યાના પ્રયાસ અને રાયોટિંગની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.