This browser does not support the video element.
થરાદ: ઘોડાસર પ્રાથમિક શાળામાં રમતોત્સવ યોજાયો
271 વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો
India | Sep 2, 2025
ઘોડાસર પ્રાથમિક શાળામાં મેજર ધ્યાનચંદની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવી. સી.આર.સી. રાહના રમતોત્સવમાં ક્લસ્ટરના 271 વિદ્યાર્થીઓએ ભાગ લીધો.વિદ્યાર્થીઓએ કબડ્ડી, ખો-ખો, દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ અને ચક્ર ફેંક જેવી વિવિધ રમતોમાં ભાગ લીધો. કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીઓને જીવનમાં રમતોનું મહત્વ સમજાવવામાં આવ્યું. ફિટ ઇન્ડિયા અંતર્ગત શપથ ગ્રહણ પણ કરાવવામાં આવ્યા.