થરાદ મહાજનપુરા રોડ પર આવેલી રોયલ રેસીડેન્સીમાં બની રહેલા નવા મકાનના પાણીના ટાંકામાં એક નંદી પડી ગયો હતો. ફાયર ટીમે સ્થાનિક લોકોની મદદથી આ નંદીને પણ સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. નંદીને બચાવ બાદ ખુલ્લા વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યા હતા. ફાયર ટીમની ત્વરિત કાર્યવાહીને કારણે નંદીનો જીવ બચી ગયા હતા.