મોરબી શહેરમાં અનેક જગ્યાએ ગટર ઉભરાવાની સમસ્યા યથાવત છે. ત્યારે મોરબીના રેલવે સ્ટેશન રોડ પર જડેશ્વર મંદિર પાસે ગટરના પાણી રસ્તા પર ફરી વળતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જડેશ્વર મંદિર પાસે ગટર ઉભરાતા ગટરના ગંદા પાણી રોડ પર ભરાયા છે. અહીંથી દરરોજ મોટી સંખ્યામાં વાહનચાલકો અને રાહદારીઓ અવર-જવર કરી રહ્યા હોય છે. જેથી આ ગટરના પાણી ભરાવાના કારણે અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે....