શનિવારના વહેલી સવારે 4:25 કલાકે ઝડપેલી કારની વિગત મુજબ વલસાડ એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગ દરમિયાન ધમડાચી રામદેવ હોટલ નેશનલ હાઇવે નંબર 48 પાસેથી swift કારમાં લઈ જવાતો 57,600 રૂપિયાનો દારૂ ના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યું હતું. દારૂ, કાર,મોબાઈલ મળી કુલ 3,59,600 નો મુદ્દામાલ કબજો લઈ ચાલકને ઝડપી એકને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે પ્રોહીબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી.