માણસા શ્યામરથ ખાતે ગુરુવારે ભાજપની બેઠક યોજાઇ હતી. PM નરેન્દ્રભાઈ મોદી 25 અને 26 તારીખે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેઓ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરનાર છે. જે અંતર્ગત માણસાના ધારાસભ્ય જે.એસ.પટેલના કાર્યાલય શ્યામરથ ખાતે વ્યવસ્થાના ભાગરૂપે ભાજપની બેઠક યોજાઇ હતી. જેમાં PMના પ્રવાસની વિગતે માહિતી અપાઈ હતી. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો PMના કાર્યક્રમમાં હાજર રહેશે.