જૂનાગઢમાં ગિરનાર પર્વત પર 5500 પગથિયે આવેલા ગુરુ ગોરક્ષનાથ શિખર ઉપરના મંદિર અને પ્રતિમામા થયેલી તોડફોડની ઘટનાને પગલે હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જુનાગઢ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં આરોપીઓને 48 કલાકની અંદર ઝડપી લેવા અને સખત સજા કરવાની માંગણી કરવામાં આવી છે. જો દોષિતોની ધરપકડ નહીં થાય તો જલદ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.