વડોદરા : હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.જિલ્લાના નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે.ઉપરવાસમાં અવિરત વરસાદને કારણે ડેમો અને સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહયુ છે.શહેર મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે.સવા બાર વાગ્યે વિશ્વામિત્રી નદી 18 ફૂટે વહેતી જોવા મળી હતી.વહીવટી તંત્ર દ્વારા પણ સિટી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ ખાતેથી પરિસ્થિતિનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.