છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને છોટાઉદેપુર વિધાનસભાના અલગ અલગ ગામોમાં નવીન રસ્તાઓ બનાવવા માટે રજૂઆત કરી હતી. જે રજૂઆતમાં પગલે રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા છોટાઉદેપુર વિધાનસભાના અલગ અલગ ગામોમાં રૂપિયા ૧૨.૭૮ કરોડના ખર્ચે રસ્તાઓ મંજૂર કર્યા છે.