વડોદરા : ગુજરાત સરકાર દ્વારા વટહુકમ મારફતે ગુજરાત ફેક્ટરી રૂલ્સમા કરેલા સુધારા પાછા ખેંચવા માટે સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા આરએસી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.ગુજરાત સરકારે જુલાઇ મહિનાની પહેલી તારીખે વટહુકમ બહાર પાડીને ફેક્ટરી એક્ટમાં કામદાર વિરોધી ફેરફારો જાહેર કર્યા છે.તેના વિરોધમાં રજૂઆત કરવામાં આવી હતી.