લીયા ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 9 થી 11ના વિદ્યાર્થીઓની ગુણવત્તા સુધારણા હેતુથી તમામ વિષયો માટે વિશેષ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ સાથે વિદ્યાર્થીઓને અભ્યાસમાં નિયમિતતા, મહેનત તથા પરીક્ષાની તૈયારી અંગે માર્ગદર્શન આપ્યું હતું.