વડોદરા : વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો હોય ત્યારે તાજેતરમાં બનેલી ઈંડા ફેંકવાની અને કાંકરીચાળાની ઘટનાઓને ખાસ ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ સજ્જ બની છે. ત્યારે આજરોજ વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરીને તકેદારી રૂપે વિવિધ વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી હતી.સાથે ગણેશ વિસર્જનને લઈ તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે.