જુનાગઢમાં આવેલી આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં થયેલી મારામારીની ઘટનાને લઈને તપાસ કમિટી હોસ્ટેલ પર પહોંચી હતી. શાળા અને હોસ્ટેલ સંચાલકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.કમિટીના અધ્યક્ષ તરીકે એસ.ડી.એમ. ચરણસિંહ ગોહિલ, સાથે ડિવાયએસપી, ડેપ્યુટી કમિશનર, જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ બાળ સુરક્ષા અધિકારી હાજર રહ્યા હતા. તમામ કમિટી મેમ્બરો દ્વારા અલગ-અલગ મુદ્દાઓ પર પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.