ભારત વિકાસ પરિષદ, વિસનગર દ્વારા સી.એન. કોમર્સ કૉલેજ ખાતે 'ભારત કો જાનો' સ્પર્ધાની મૌખિક પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષામાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગના કુલ ૨૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલી પ્રાથમિક વિભાગની ૩૨ ટીમો અને માધ્યમિક વિભાગની ૧૬ ટીમોએ મૌખિક પરીક્ષામાં ભાગ લીધો હતો.