આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના રાષ્ટ્રીય નેતા ડૉ. પ્રવીણભાઈ તોગડિયાએ કલોલની મુલાકાત લીધી. તેરસાના પરા વિસ્તારથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. ડૉ. તોગડિયાએ કાર્યકર્તાઓને હનુમાન ચાલીસા પઠનના આયોજન માટે માર્ગદર્શન આપ્યું. તેમણે શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યકર્તાઓની મુલાકાત લીધી. સત્યનારાયણ મંદિરે દર્શન કર્યા બાદ કાર્યકર્તાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી.