ગોંડલના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. આત્મહત્યા કરતા પહેલા અમિત ખૂંટ દ્વારા લખવામાં આવેલી સુસાઈડ નોટનો ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી રિપોર્ટ સામે આવ્યો છે. પોલીસને અમિત ખૂંટની ચાર પાનાની સુસાઈડ નોટ મળી હતી. FSL રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, સુસાઈડ નોટના ચોથા પાનાના અક્ષરો અન્ય પાના પર લખેલા અક્ષરો સાથે મેચ થતા નથી.