રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે નદી નાળા સહિત ડેમ છલકાયા છે. સોમવારે બપોરે 1 વાગ્યા મુજબ દહેગામ તાલુકામાંથી પસાર થતી મેશ્વો નદીમાં ભરપૂર પાણીની આવકને પગલે નદી બેકાંઠે વહેતી જોવા મળી હતી. મેશ્વો નદીનું નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. બીજી બાજુ તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો નદી કિનારે અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.