ચોટીલામાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે જોલી એન્જોય હોટલ પાસે હાઇવે રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક ટ્રકમાંથી ૧૩૬૮ બીયર અને ૭૨ દારૂની બોટલો જપ્ત કરી છે. આ દારૂની કિંમત ૩,૭૧,૫૨૦ રૂપિયા છે. પોલીસે ૧૦ લાખની કિંમતની ટ્રક અને ૫ હજારનો મોબાઇલ ફોન પણ જપ્ત કર્યો છે કલ ૧૩ ૧૬ લાખનો મદામાલ જપ્ત કરવામાં જપ્ત કર્યો છે. કુલ ૧૩.૭૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.પોલીસે આ કેસમાં ચોટીલાના અબજલ મેહબુબભાઇ હાલાની ધરપકડ કરી છે.