અમદાવાદમાં યોજાનારી રથયાત્રામાં એકત્રિત થનાર ભીડને મેનેજ કરવા ક્રાઇમ બ્રાન્ચે ટેક્નોલોજીની મદદ લીધી છે. નાસભાગ જેવી ઘટના ટાળવા માટે AI આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરવામાં આવશે. રથયાત્રાના રૂટ પર જ્યાં વધુ ભીડ ભેગી થાય છે, ત્યાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. રથયાત્રાનાં રૂટ પરના અંદાજે 3 હજાર જેટલા કેમેરાની ફીડથી આ કામગીરી કરવામાં આવશે. આ અંગે ક્રાઈમ બ્રાન્ચ ACP ભરત પટેલે માહિતી આપી હતી.