મુઝલાવ ગામ નજીક લો-લેવલ બ્રિજ પર વાવ્યા ખાડીના પાણી ફરી વળ્યાં છે. આ કારણે માંડવી-બારડોલી તાલુકાને જોડતો માર્ગ ત્રણ દિવસથી બંધ છે. વાહન ચાલકોને માંડવીથી બારડોલી અને બારડોલીથી માંડવી તાલુકામાં આવવા લાંબો ફેરો ફરવો પડી રહ્યો છે. ઉશકેર મુંઝલાવ વાયા બારડોલી બોધાન માર્ગ વાહન ચાલકો માટે મહત્વનો રસ્તો છે. દર ચોમાસામાં આ લો લેવલ બિ્રજ પાણીમાં ડૂબી જાય છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે નવા બિ્રજની કામગીરી ચાલી રહી છે.