સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બિસ્માર રસ્તાઓની રીપેરીંગ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. છેલ્લા વીતેલા એક અઠવાડિયામાં શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ બિસ્માર બન્યા હતા. આ રસ્તાઓ લોકો માટે કમર તોડ રસ્તા બન્યા હતા. જ્યારે ટ્રાફિકજામ ના કારણે રોડ રસ્તાઓ માથાના દુખાવા સમાન બન્યા હતા. કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યાનો લોકોએ સામનો કરવો પડી રહ્યો હતો. જોકે પાલિકા તંત્ર દ્વારા વરસાદે વિરામ લેતાની સાથે કામગીરી આરંભી છે.