શેઠી ગામથી આજે કચ્છ માતાજીના મઢ તરફ 51મું સાયકલ યાત્રા સંઘનું પ્રસ્થાન થયું. આ યાત્રામાં તાલુકા અને જિલ્લાના અનેક યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો છે.રાજપૂત સમાજના યુવા આગેવાન રાહુલસિંહ ચૌહાણના નેતૃત્વમાં આ સંઘનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત જિલ્લામાંથી આ સૌથી મોટો સંઘ હોવાનું જાણવા મળ્યું છે. લાયન્સ ઓફ ગુજરાત ક્લબના સભ્યોએ શેઠી ગામના રાહુલસિંહ ચૌહાણ, તેમના પિતા જશવંતસિંહ અને નાના ભાઈ કમલજીતસિંહ ચૌહાણની મુલાકાત લઈ અભિનંદન પાઠવ્યા હતા.