આજરોજ અખિલ ભારતીય લોકો રનિંગ સ્ટાફ એસોસિએશન (AILRSA)ના રાષ્ટ્રવ્યાપી વિરોધના ભાગરૂપે પશ્ચિમ રેલવેના ગાંધીધામ ખાતે લોકો પાયલટ અને આસિસ્ટન્ટ લોકો પાયલટ દ્વારા ગેટ મીટિંગ યોજીને દેખાવો કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા. આ વિરોધનો મુખ્ય હેતુ નિવૃત્ત લોકો પાયલટ અને ચીફ લોકો ઇન્સ્પેક્ટર (CLI) ને ફરીથી નોકરી પર રાખવાના રેલવેના નિર્ણયનો વિરોધ કરવાનો હતો.