રાજ્ય માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી કે.બી. કુકણાની નિગરાની હેઠળ ડાંગ જિલ્લાના વઘઈ અને આહવા પેટા વિભાગની ટીમ દ્વારા, ડાંગ જિલ્લાના ખાસ કરીને ઘાટ માર્ગો, સર્પાકાર વળાંકવાળા માર્ગો, ખીણ અને કોતરો પાસેથી પસાર થતાં માર્ગો, અને જોખમી પહાડી માર્ગો ઉપર વાહન ચાલકોની સલામતી માટે ઉપલબ્ધ કરાવાયેલા ક્રેશ બેરિયર્સનુ યુદ્ધના ધોરણે ઠેકઠેકાણે સમારકામ હાથ ધરાયુ છે.